સાંસારિક બ્રહ્મચર્ય

  • 2.5k
  • 808

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાનું ઊંટવડ ગામ જેમાં નિલરાજ નામનો જુવાન રહે. હાલ તો પરિસ્થિતિ એવી કે માતા-પિતાનું કોઈ ઠેકાણું નહિ. માં છે નહીં અને પિતા કમાવા ગામતરા કરે અને છોકરો ભણે બાપ વરસે દા’ડે આવે દિકરાનું મોઢું જોવા અને દિવાળીની મીઠાઈઓ લાવે. બાપ આવે ત્યારે આખા વરસનો ઘરખર્ચ આપી જાય પણ છોકરો હવે મોટો થવા લાગ્યો ખર્ચો પણ વધ્યો પણ બાપનો પગાર નહિ. દિકરા ગામમાંને ગામમાં મજૂરી ચાલુ કરી સાથે ભણવાનુંય છતાંય અમુક દિવસો આવે જ્યારે બાપ-દિકરા બન્નેની કમાણીથી પૂરું ન પડે ત્યારે જીવણ શેઠ જાણીતો દિકરો એને ત્યાંથી ઓછી ઉધારી કરી પૂરું કરી લ્યે. આમને આમ નિલરાજ