આરોહ અવરોહ - 62

(124)
  • 6k
  • 2
  • 3.4k

પ્રકરણ - ૬૨ મિસ્ટર આર્યનના જતાં જ બધાં જાણે આકસ્મિક લોટરી લાગી હોય એમ ખુશ થઈ ગયાં. જાણે જે કામમાં બહું મથામણ કરવાની હતી એ બધું કામ આપોઆપ થઈ ગયું. અશ્વિન : " ચલો યાર આજે તો પાર્ટી થઈ જાય..." કહીને એક પછી એક બધાએ પીવાનું શરૂ કરી દીધું. ડ્રિન્ક ઓછું પડતાં ત્યાનાં બહાર રહેલા માણસો દ્વારા બીજાં બોક્સ પણ તાબડતોબ મંગાવી લેવાયાં. અને એક વિજયની ખુશહાલીમા સહુએ આજે ડ્રિંકની ઉજાણી કરીને બરાબર પાર્ટી કરી દીધી. લોકો બેફામ વાક્યો અને નોનવેજ કોમેન્ટ કરીને એકબીજા સાથે મજા લઈ રહ્યાં છે એ જ સમયે એકાએક એક ગાડી આવીને ઉભી રહી. કદાચ દરેક