ધૂપ-છાઁવ - 24

(28)
  • 4.7k
  • 1
  • 3.2k

આપણે પ્રકરણ-23 માં જોયું કે અપેક્ષા પોતાના કામમાં બિલકુલ મશગૂલ થઈ ગઈ હતી. સ્ટોર ગોઠવવામાં ને ગોઠવવામાં આજે પણ આખો દિવસ પૂરો થઈ ગયો હતો પછી ઈશાને અપેક્ષાને સાંજના ડિનર માટે પૂછ્યું અને પોતાને આજે પીઝા ખાવાની ઈચ્છા છે તો "મેકડોનાલ્ડ" માં ઑર્ડર કરીશું..?? તું મને કંપની આપીશને..?? એમ ઈશાને પ્રેમથી અપેક્ષાની સામે જોઈને તેને પૂછ્યું. અને વિચારવા લાગ્યો કે, "આ મોંમાંથી કંઈક બોલે તો સારું..!!" પણ અપેક્ષાની વાચા તો જાણે તેની પરિસ્થિતિએ છીનવી જ લીધી હોય તેમ તેણે માથું ધુણાવીને જ "ના" નો જવાબ આપ્યો. અપેક્ષાએ "ના" નો જવાબ આપ્યો તે ઈશાનને બિલકુલ ન ગમ્યું અને તે ફરીથી અપેક્ષાની