હિયાન - ૨૦

(16)
  • 2.5k
  • 946

ત્યાં અંદર જતા જ હિમાની જુએ છે કે બહારથી ભંગાર લાગતી ફેકટરી અંદર એકદમ આલીશાન હોય છે. આખી ફેકટરી ને અંદરથી ખુબજ સરસ ઓફિસ જેવી બનાવી હોય છે. ત્યાં એક મોટો હોલ હોય છે જેમાં સોફા અને ટેબલ પડેલા હોય છે અને આગળ જતાં બે રૂમ હોય છે. જેમાં એક રૂમમાં કમ્પ્યૂટર અને બીજા યંત્રો હોય છે જ્યારે બીજો રૂમ બેડરૂમ જેવો બનાવ્યો હોય છે. હિમાની આ બધું જોવામાં જ વ્યસ્ત હોય છે. ત્યાં જ અનુજ બોલી ઊઠે છે. "બેટા અંદર આવ. આ મારી સિક્રેટ ઓફિસ છે. જે કોઈને પણ નથી ખબર. મારા બાકીના તમામ કામ હું અહીંયાથી સંભાળું છું. મને