અધૂરો પ્રેમ

  • 1.3k
  • 1
  • 434

અધૂરો પ્રેમ --------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- DIPAKCHITNIS (DMC) dchitnis3@gmail.com સવારના છ વાગ્યાનો એલાર્મ તેની રીતે ઈમાનદારીથી વાગીને બંધ થઈ ગયું. ઠંડી સવારની ખુશનુમા હવા ચાલી રહેલ હતી. પક્ષીઓ બધા પોતપોતાના મૂકત ગગનમાં વિહ્વળવા ચાલી નીકળ્યા હતા. તે જ સમયે પલ્લવીના રૂમમાં આવતાની સાથે તેની માતા બોલી, “આને જુઓ, સવારના છ વાગ્યાનું એલાર્મ બેનબાએ ઉઠવા માટે મુકેલ હતું. સવારના સાત વાગી ગયા તેમ છતાં હજી આ ઉંઘણસી સૂઈ રહેલ છે. રાત્રે સૂતી વખતે તો મોટી મોટી વાતો કરે છે. મમ્મી, કાલે તો ચોક્કસ જલ્દી ઉઠી જઈશ, પરંતુ રોજ સવાર તેની અગાઉની જેમ જ થતી હોય