હિયાન - ૨૨ - છેલ્લો ભાગ

(30)
  • 2.4k
  • 928

"એની પાછળ પણ એક કારણ હતું જે હવે માલવિકા દીદી જણાવશે.""એક દિવસ આયાન બહાર જતો હતો ત્યારે એણે ઘરની બહાર એક માણસને જોયો હતો. પણ તેણે ધ્યાન પર લીધું ના હતું. પણ પછી બીજા બે ત્રણ દિવસ એ જ વ્યક્તિ જોવા મળ્યો એટલે આયાન એ મને વાત કરી. અમે એ વ્યક્તિને પકડીને એની પાસે માહિતી કઢાવી તેમાં ખબર પડી કે અનુજ એ તને મારવા માટે એ વ્યક્તિને પાછળ લગાડ્યો છે. પહેલા તો અમને થયું કે અમારી કોઈ ભૂલ થતી હશે. કારણકે દેશના ગૃહમંત્રી ને હિયા સાથે શું લેવા દેવા? પણ પછી અમને રેલવે સ્ટેશન વાળી ઘટના યાદ આવી. કદાચ એમાં