અશ્વમેધા - પ્રકરણ 2

  • 3.3k
  • 1
  • 1.5k

૧૯૮૫, જુલાઈ મહિનો. (ડાંગ – ગુજરાત) “બેન બહાર ન નીકળો... બહાર અંધારું છે અને ઉપરથી વરસાદ પણ. આ જંગલનો રસ્તો છે. કઈક આવી જશે તો ખ્યાલ પણ નહી આવે.” એક પૂરપાટે જતી એમ્બેસેડર ગાડી રાત્રીના આ અંધકારને ચીરતી જંગલની વચ્ચેથી પસાર થઈ રહી હતી. અને અચાનક એક ખોફનાક ચીસને કારણે ગાડીને એક જોરદાર બ્રેક વાગી. પાછળ બેઠેલ સ્ત્રીએ ગાડીના દરવાજાના હેન્ડલને જેવો હાથ લગાવ્યો કે આગળ બેઠેલ ડ્રાઈવર આ વાક્ય બોલી ગયો. એ સ્ત્રીએ એક પળ માટે પોતાનો હાથ પાછો કર્યો અને પાછો તરત દરવાજો ખોલ્યો. એણે ડ્રાઈવરની ચેતવણીને અનદેખી કરી. દરવાજો થોડોક ખોલતા જ ધોધમાર વરસાદના છાંટા એનો સફેદ