૨૦૧૭ હાર્દિક પટેલને મળવા તેમના ઘરે આવ્યો હતો. લાંબી ચર્ચા પછી પણ હાર્દિક, પટેલ અને તેના સાથીઓની વાત માનવા તૈયાર નહોતો. આથી પટેલ ગુસ્સામાં સોફા પરથી ઉઠી, ટીવીની પાસે ખૂણામાં રાખેલ ટેબલ પાસે ગયો. ખાનામાંથી પિસ્તોલ કાઢી અને હાર્દિક તરફ તાકી, ‘સામ અને દામ, તું માનતો નથી. તો હવે ત્રીજો રસ્તો, દંડ ભોગવવા તૈયાર થઇ જા.’, પટેલે સાયલેન્સર લગાડ્યું અને ટ્રીગર દબાવ્યું. ગોળી છુટી. પટેલના દિવાનખંડમાં અજબની શાંતિનું આવરણ પથરાઇ ગયું. ભટ્ટ અને રાજપૂત પણ એકતરફ ચૂપચાપ ઊભા હતા. પટેલના હાથને બારોટે પકડીને ઉપરની તરફ કરી ગોળીની દિશા બદલી હતી. શાંત