હું તું અને કોફી

  • 1.9k
  • 590

હું તું અને કોફીઅષાઢનાં ઘનઘોર વાદળાની કાળાશમાં સવારનાં પ્રથમ પહોરે જ્યારે ભાસ્કર પણ હળવે હળવે આળસ મરોડતા ધરતીને પોતાનાં સોનેરી કિરણો થકી શણગારે છે ત્યારે શહેરનાં જંગલ વિસ્તારમાં ડેમ તરફનાં ખાલીખમ રસ્તા પર એક વ્યક્તિ બાહ્ય ઘોંઘાટ અને લોકોથી બેખબર બની બસ પોતાની જ ધૂનમાં ચાલ્યો જાય છે.પાંચ ફૂટ ચાર ઈંચની ઉંચાઈ, પહોળા ખંભા, રૂપાળો ચહેરો અને મોહક વ્યક્તિત્વ ધરાવતો એ યુવક હતો વિરેન ઠક્કર. શહેરનાં નામાંકિત ઉદ્યોગપતિ શ્રી ઋષભ ઠક્કરનું એકમાત્ર સંતાન. સવારનાં ઘરમાં કોઈને કહ્યાં વગર જ નીકળી ગયો છે એની દુનિયામાં! હાં, પ્રકૃતિપ્રેમી વિરેન ઠક્કર. જ્યારે જ્યારે એ આ દુનિયાની મુશ્કેલીઓથી કંટાળ્યો હોય, બેચેન થતો ત્યારે તેનું