તસ્મૈ શ્રી ગુરુવે નમઃ

  • 4.2k
  • 774

ગુરુપૂર્ણિમા જીવમાત્ર અવિદ્યાની ગ્રંથિમાં જકડાયેલો છે ત્યારે આદ્ય ગુરુ શંકરાચાર્યના શબ્દોમાં ‘ગુરુ’ શબ્દનો અર્થ જીવના હૃદયમાંથી અવિદ્યાની ગ્રંથિઓ ઉકેલી શકે તે જ સાચા ગુરુ.તે સક્ષાત બ્રહ્મરૂપહોય છે.નિર્ગુણ,નિરાકાર પરમેશ્વર પોતે સગુણ સાકાર સ્વરૂપે ગુરુમાં રહેલા હોય છે.એમ માનવામાં આવે છે.જે આપણી અવિદ્યાને દુર કરી અંધકારમાંથી ઉજાશ તરફ લઇ જાય છે. પુરાણોમાં નજર કરીએ તો ગુરુશિષ્ય પરંપરાના અજોડ અને અનન્ય ઉદાહરણો આજે પણ પ્રેરણાદાયી છે.આજની દુનિયામાં સામાન્ય માનવી,એક સાચા,નિ:સ્વાર્થી,વિકારરહિત ગુરુ કેમ અને ક્યાથી મેળવા એવું વિચારતો હોય છે.ત્યારે પુરાણમાં ગુરુ દાતાત્રેયએ સામાન્યમાંથી અસામાન્ય જોવાની અનોખી રીત દાખવી હતી.એક,બે,નહિ પણ પુરા ચોવીસ ગુરુઓની શ્રુખલા બનાવી અદ્વિતીય મિશાલ ખડી કરી દીધી છે.જે દર્શાવે છે કે જેની