હસતું ગુલાબ મારા હાથમાં

  • 1.9k
  • 1
  • 594

હસતું ગુલાબ મારા હાથમાંએ માત્ર ગુલાબ નહોતું. એ મારી હથેળીઓમાં રમતું મારું પ્રિય 'ગુલાબ' હતું. શરમના શેરડે રાતું, અંબોડે બીજું લાલ ગુલાબ ઝૂલવતું, એની અદમ્ય ઇચ્છાઓની પૂર્તિ સ્વરૂપ, મારા દ્વારા ચુમાઈ રહેલું ગુલાબ હતું. એ કયું ગુલાબ? તમને એની સુગંધની વાત કરું?તો ચાલો, તમને માંડીને કરું એ ગુલાબની વાત.મારી નોકરી એક ઉચ્ચ સરકારી અધિકારીની છે. દર અઢી ત્રણ વર્ષે નવા શહેરમાં જવાનું. જાઓ એટલે નવું વાતાવરણ, નવો સ્ટાફ, નવું ઘર ગોતવું, ત્યાં નવા પાડોશીઓ, મારી પત્ની માટે નવા વેપારીઓ, નવરાશે બે વાતો માટે નવી પાડોશણો - આ બધું મળતાં સમય લાગે. હા, અમારા લગ્નને બહુ વખત થયો નથી તેથી નવરાશની