મોટી બેન

  • 4.5k
  • 1.6k

મોટી બેન સુહાની ગ્રેજ્યુએટ થઇ અને કોલેજના આનંદભર્યા દિવસો અને જીવનની વાસ્તવિકતાથી એકદમ અજાણ પોતાની મસ્તીમાં જિંદગીનો લ્હાવો ઉઠાવી રહી હતી. કોલેજમાં જ એને એની સાથે ભણતા વિક્રમ સાથે પ્રેમ અને લાગણીના સંબંધો રચાઇ ગયા હતાં. એની જિંદગી ઇન્દ્રધનુષની જેમ સાતે રંગ વિખેરતી સાતે કળાએ ખીલી ઉઠી હતી પરંતુ સુખ અને દુઃખ એ કુદરતનો ક્રમ છે. કોઇનાય જીવનમાં સુખ લાંબુ ટકતું નથી એમ દુઃખોના વાદળ પણ જીવનના આકાશ પર કાયમ ટકી રહેતા નથી. સુહાનીના ઇન્દ્રધનુષી રંગ જેવા જીવનમાં અચાનક દુઃખોનો કાળઓ રંગ ઘેરાઇ ગયો હતો. સુહાની હજી તો કાલે જ વીસ વર્ષની થઇ હતી અને એના પછીના જ