આગે ભી જાને ના તુ - 41

(5k)
  • 3.8k
  • 1
  • 1.5k

પ્રકરણ - ૪૧/એકતાલીસ ગતાંકમાં વાંચ્યું...... રતન અને રાજીવ વર્ષો પુરાણા મંદિર તરફ પોતાના ઊંટ વાળે છે, મનીષ અને માયા પણ એ જ તરફ જાય છે. આ બાજુ રોશનીને ઘરની નોકરાણી આશા મારફત મનીષ કોઈ સ્ત્રી સાથે બહાર ગયો હોવાના સમાચાર મળતા એ શંકા-કુશંકાની લહેરોમાં ગોથાં ખાય છે..... હવે આગળ..... રતન અને રાજીવના ઊંટ મંદિર લગોલગ પહોંચી ચુક્યા હતા. બંને જણ નીચે ઉતરી બેય ઊંટને છુટ્ટા મૂકી મંદિરના પગથિયા પાસે ઉભા રહી નિરીક્ષણ કરી રહ્યા હતા. સદીઓ જૂનું મંદિર વૈભવશાળી ઇતિહાસની મુક સાક્ષી પુરી રહ્યું હતું. રાતા સેન્ડસ્ટોન અને રાજસ્થાની પરંપરાગત કોતરણી ધરાવતું મંદિર સોનેરી રેતીમાં સુવર્ણમય બની ચળકી રહ્યું હતું.