હું રાહ જોઇશ! - (૧૪)

  • 2.6k
  • 1
  • 761

તમાચો મારનાર વ્યક્તિ બીજું કોઈ નહિ પણ આહના હોય છે. તેને આરવની વાત સાંભળી ખુબજ દુઃખ થાય છે. અને તેને ગુસ્સો પણ એટલો જ આવે છે. એટલે જ તે ગુસ્સામાં આરવને તમાચો મારે છે અને ગમેતેમ બોલીને ત્યાંથી જતી રહે છે. આરના તેની પાછળ પાછળ તેને સમજાવવા માટે જાય છે.આરવ પણ આહનાની વાતને કારણે દુઃખી થઈને જતો રહે છે. અભય ત્યાંજ બેઠો હોય છે. ઘણો સમય થઈ ગયો હોવા છતાં પણ તે બેધ્યાન જ હોય છે. હજી પણ તે એમજ બેઠો હોવાથી અંતે વેદિકા તેના ખભા પર હાથ રાખે છે."અભય, મને તારા પર વિશ્વાસ છે. તું આવું ના કરી શકે.