ઘર - (ભાગ-5)

(18)
  • 4.2k
  • 1.9k

રાત્રીનાં ત્રણ વાગ્યાં હતાં. અનુભવે મીલી સામે જોયું. એ ઘસઘસાટ ઉંઘતી હતી. તે અવાજ ન આવે એ રીતે પોતાનાં રૂમની બહાર નીકળ્યો. તેણે ઉંડો શ્વાસ લીધો અને સ્ટોરરૂમ તરફ આગળ વધ્યો.અનુભવ સ્ટોરરૂમનું બારણું ખોલી અંદર પ્રવેશ્યો અને બારણું બંધ કરી દીધું.તેણે ટેબલ પર નજર કરી. મીલીના કહ્યાં પ્રમાણે પેલો ફોટો નીચે પડી ગયો હતો પણ અત્યારે તે ફોટો ટેબલ ઉપર જ હતો. અનુભવે પોતાની આંખો બંધ કરી અને બોલ્યો, “અનુભવ ,તારે એ ફોટો જોવો જ પડશે.” તે ધીમે ધીમે ટેબલની બાજુમાં ગયો અને તે ફોટો જોયો. અનુભવનું હ્દય એક ધબકારો ચુકી ગયું. એ પ્રીતિ જ હતી. અનુભવની પ્રીત.નહીં….કહેતો અનુભવ નીચે બેસી