સ્ત્રી સંઘર્ષ....ભાગ 14

(13)
  • 3k
  • 1
  • 1.5k

જ્યારે પણ ઘરમાં કોઈ નવા બાળકનું આગમન થાય ત્યારે પ્રથમ બાળકને મળતા પ્રેમમાં કોઈ ભાગ પડાવવાવાળું આવી જાય છે. અને જેને કારણે બાળકોની વચ્ચે આંતરિક ખેંચ તાણ ઊભી થાય છે જો આ સમયે પ્રથમ બાળક માટે યોગ્ય હુંફ અને પ્રેમ સાથે લાડ દેખાડવામાં ન આવે તો બાળક બીજા માર્ગે દોરી જાય છે. છેલ્લા ઘણા સમયથી ઘરમાં બનેલી આ ઘટનાથી રૂચાના મન ઉપર ભારે પ્રભાવ પડ્યો હતો. નાની બહેન મીરા ઉપર કદાચ ઘરના સભ્યોનો સામાન્ય પ્રભાવ હતો પરંતુ આ મીરાના ઘરમાં આવ્યા પછી ઘણું બધું પરિવર્તન તેના ઘરમાં દેખાતું હતું કેટલાક નીતિ નિયમો પણ તેના માટે બદલ્યા