હમદર્દ..... તારા પ્રેમ થકી... - 8 - યશ નો બર્થડે....

(14)
  • 3.8k
  • 2
  • 1.7k

 નવ મહિના પછી ..... રિસોર્ટ નો સુંદર અને આલીશાન કહી શકાય તેવો ભવ્ય હોલ દરેક જગ્યાએથી ડેકોરેટ થયેલો હતો. સમય તો થઈ ચૂક્યો હતો પરંતુ લોકોની અવરજવર હજી ચાલુ જ હતી . વેપારીઓ, ઉદ્યોગપતિઓ રાજનેતાઓ, ચીફ જનરલ અને કેટલા એ વિદેશી મહેમાનોથી હોલ સંપૂર્ણ સજ્જ હતો આખરે હરકોઈને આ પ્રસંગમાં આવવાની ઉમળકાભેર ઈચ્છા હતી દિલ્હીના મસૂર કહી શકાય તેવા નવાબ સિદ્દીકી ના એક લોતા દીકરાની શાદી હતી આથી સૌ કોઈ આ માં જોડાવા અને હાજરી આપવા માંગતા હતા. દુલ્હા અને દુલ્હન પણ સ્ટેજ પર આવી ચૂક્યા હતા સૌ કોઈ તેમને અભિનંદન પાઠવી ને ફોટા પડાવી રહ્યા હતા