ઘર - (ભાગ-૧૧)

(21)
  • 3.4k
  • 1
  • 1.6k

“એને માનવું જ પડશે. હું નથી ઇચ્છતી કે મારાં લીધે એ પોતાનાં જીવનમાં આગળ ન વધે.”પ્રીતિએ પોતાનાં આંસુ લૂછયાં અને અનુભવને મેસેજ કર્યો, “આજે રોંઢે પાંચ વાગે મને ગ્રીન પાર્કમાં મળ.”… સાડા ચાર વાગ્યે પ્રીતિ અને નિધિ ગ્રીન પાર્કમાં પહોંચ્યા. ત્યાં જઇ નારીયેલીના સામેની બેંચે બેઠાં.પાર્કમાં ચારેય બાજુ હરિયાળી હતી,મોટાં- મોટાં વૃક્ષો પોતાની છાયા અને ઠંડક આપતાં અડીખમ ઉભા હતાં અને રંગબેરંગી ફુલો પોતાની સુગંધ ફેલાવી પાર્કને મહેકાવી રહ્યાં હતાં.પાર્કનું વાતાવરણ આટલું ખુશનુમાં હતું છતાં પણ આજે પ્રીતિને કંઇક અજીબ પ્રકારની ઘુંટનનો અહેસાસ થતો હતો.પ્રીતિનું ધ્યાન પાર્કની સામેનાં ઘર ઉપર પડ્યું. ત્યાં પેલાં દંપતી તે દિવસની જેમ જ હીંચકે બેઠાં હતાં.