દીકરો કે યમદૂત

  • 3.2k
  • 1k

“બાળીનાખો... મને પણ બાળીનાખો... રહેમ કરો મારા પર, આ નર્કથી છોડાવી આપો.” એક ઘરડો ડોસો જેનું અડધું અંગ પેરાલિસિસના લીધે ખોટું પડી ગયું હતું, તે આજે તેની પત્નીનું મૃત્યુ થતાં ત્યાં આવનારા લોકોને આજીજી કરી રહ્યો હતો. એ સમયે તેના દીકરાનો એક મિત્ર તેમની પાસે જાય છે. જોકે, તેનો દીકરો તો બધાંને એમજ કહે છે કે, તેના પિતાનું મગજ થોડું ઓછું કામ આપે છે. પરંતુ તેમ છતાં તેના એક મિત્રથી ન રહેવાયું એટલે તે એ વૃદ્ધ દાદા પાસે જાય છે અને જઈને તેમનું નામ પૂછે છે, “દાદા તમારું નામ?” “કરસનદાસ.” નનામી સામે જોતા-જોતાં ચિંતામાં દાદા બોલ્યાં. દાદાને જોઈને અને તેમની