દૈત્યાધિપતિ - ૨૪

  • 2.7k
  • 1
  • 972

સાધના રાઠવા દરવાજા પર ઊભી હતી. અંદર બધા ગેસ્ટ હતા. ગીતાંજલિ ઘરની અંદર હવન કુંડ સામે બેસી હતી. સાધના સ્મિતાની રાહ જોઈ રહી હતી. એક લાલ કલરની ગાડી (અમેયની જીપ ન હતી) દરવાજા સામે ઊભી રહી. એમાંથી અમેય નીકળ્યો, પછી સ્મિતા. સાધના ના મનમાં પ્રશ્ન ચિન્હોનું વાદળું વરસી રહ્યું હતું: આ શું? પણ એ લોકોના મોઢા જોતાં સાધના એ મૌન ધાર્યુ. ઘરના દરવાજે ઘણા બુટ અને સેન્ડલ હતા, પગ લૂછણયા પર પણ હતા. અંદર આવતા જો કોઈ જોવે તો સફેદ દીવાલોની મધ્યે એક હવન ચાલતો જોશે. સાથે ડાબી બાજુની બારી ખુલ્લી હતી. હવનના ધુમાડા ચારે કોર હતા. સાથે જમણી બાજુ