બારમું

(15)
  • 4.8k
  • 1.5k

એક નાના ગામમાં એક વૃદ્ધ વડીલનું અવસાન થયું. તે વડીલના પુત્ર એટલે ભીમજી માસ્તર. માસ્તરને આમ તો જમીન ઘણી હતી. પરંતુ, તેમની માતાની અંતિમ ઈચ્છા હતી કે, તેમનો દીકરો ભણીગણીને આગળ વધીને ગામની દીકરીઓને ભણાવે. ભીમજીએ તેની માતાની અંતિમ ઈચ્છાને પુરી કરવા, તેના ગામથી સાતેક કિલોમીટર દૂર આવેલા પડોશી ગામની નિશાળે જઈને પણ ભણતર પૂરું કર્યું અને માસ્તરની પદવી ધારણ કરી.પિતાના અંતિમસંસ્કાર કરીને ભીમજી અને ગામના લોકો પાછા વળ્યાં. ઘરે પહોંચ્યા પછી બધા કુંટુંબીજનોએ બાર દિવસ સાથે જમવાની વાત કરી.બીજા દિવસે રિવાજ પ્રમાણે બધાએ સુડ કરાવ્યા. બધુ જ રિવાજ પ્રમાણે થઈ રહ્યું હતું. રોજે સાંજે ધૂન થતી, લોકો