પંડિત દિન દયાળ ઉપાધ્યાય જન્મ જયંતિ

  • 3.9k
  • 1.1k

પંડિત દિનદયાલ ઉપાધ્યાય જન્મ જયંતિ “ આપણી રાષ્ટ્રીયતાનો આધાર ભારતમાતા છે, માત્ર ભારત જ નહીં.” આવું કહેનાર, ભારતીય વિચારક, સમાજ સેવક અને રાજકારણી ભારતીય જનતા પાર્ટીની પિતૃસંસ્થા ભારતીય જનસંઘના નેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો જન્મ 24 સપ્ટેમ્બર ૧૯૧૬માં મથુરાથી ૨૬ કિમી દૂર આવેલા ચન્દ્રભાણ નામના ગામમાં થયો હતો. એ ગામને હવે દીનદયાલ ધામ તરીકે ઓળખાય છે. તેમના પિતા ભગવતી પ્રસાદ એક જાણીતા જ્યોતીષ શાસ્ત્રી હતા અને તેમના માતા શ્રીમતી રામપ્યારી એક ધર્મિષ્ઠ નારી હતા. તેઓ આઠ વર્ષના હતા ત્યારે તેમના માતા અને પિતા, બન્ને અવસાન પામ્યા અને તેમના મામાએ તેમને ઉછેરીને મોટો કર્યો. અભ્યાસની ઉજ્જવળ કારકિર્દી