હર્ષ- હર્ષિતા ની તન્વી - 1

  • 2.5k
  • 1
  • 888

ભાગ -1 રોજની જેમ ઓફિસમાં હર્ષ અને તેના મિત્રો સાથે જમવા બેઠા એટલે તરત જ વારાફરતી બધા હર્ષનું ટીફીન લઈ થોડું થોડું ખાવા લાગ્યા. હર્ષનું ટીફીન એના ગ્રુપમાં બધાને બહું ગમતું રોજનો ક્રમ ખાતા જવાનું અને ટીફીનમાં આવેલી વાનગીઓ વખાણતાં જવાનું કેમ કે હર્ષિતા એટલે કે હર્ષની પ્રેમાળ પત્ની એકદમ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવતી હર્ષ માટે. રોજ બધા થોડું થોડું ચાખે એટલે હર્ષ ના ભાગે તો પા ભાગનું જ ટીફીન બચતુ, પણ આજે કઈંક અલગ જ થયું. ટિફિન હર્ષ સુધી પાછું આવ્યું ત્યાં સુધીમાં પા ભાગ પણ ખાલી નહતું થયું એને એમ કે આજે બધાને ભૂખ નહિ હોય પણ પહેલો કોળિયો