સંબંધની પરંપરા - 8

  • 2.7k
  • 1
  • 1.3k

સીતા દાદીની આ દુઃખદ વાત સાંભળી મોહન અને મીરાની આંખોમાં પણ આ ઝળઝળિયાં આવી ગયા. છતાં, તેઓ પ્રશ્નાર્થ નજરે સીતા દાદીને જોઈ રહ્યા હતા. પણ, સીતા દાદી હવે ચૂપ થઈ ગયા હતા. મોહને કહ્યું "પરિસ્થિતિ ગમે તેવી વિપરીત હોત તો પણ, ગામ લોકો તમને સપોર્ટ તો કરત જ.... તમે અહીં શા માટે આવ્યા..? તમારા પૅન્શનથી તમારું ગુજરાન તો ચાલત જ.... અને કોઈ મદદની જરૂર હોય ત્યારે આખું ગામ તમારી સાથે જ હોત. સીતા દાદીએ કહ્યું "હું ગામમાં રહું એમાં તો મારી પણ પ્રતિષ્ઠા હતી. પણ, તમારા સાહેબના ઈલાજ પાછળ મેં મારી બધી જ મૂડી ખર્ચી નાખી... ત્યાં સુધી