મિડનાઈટ કોફી - 10 - આથમતો સૂરજ

  • 2.8k
  • 1.3k

નિશાંત : હવે શું કરીશું??તે આકળાય ને રાધિકા ને પૂછે છે.રાધિકા ની નજર આમ તેમ દોડવા લાગે છે.આકાશમાં જોર જોરથી વાદળઓ ગરજવા લાગે છે.બંને આકાશ તરફ જુએ છે.નિશાંત : કહી દઉં છું, મને વરસાદ માં ભીના થવું જરાય નથી ગમતું.રાધિકા ની નજર ફરી આજુ બાજુ દોડવા લાગે છે.નિશાંત : અહીંયા કઈ કીમતી વસ્તુ શોધી રહી છે તું??રાધિકા કોઈ જવાબ નથી આપતી.આકાશમાં વીજળી ચમકે છે.નિશાંત ફરી ઉપર જુએ છે.ત્યાં જ બાઇક પર ગામડા નું એક કપલ પસાર થાય છે રાધિકા નું ધ્યાન સાડી પહેરી તૈયાર થયેલા બહેન પર જાય છે.જેમણે માથામાં જૂની સ્ટાઇલ ની પેલી કાળી ચીપીયા પીન નાખી હોય છે.તે