ઓપરેશન ઝીગ

(16)
  • 3.6k
  • 1
  • 1.3k

સમયગાળો : ડિસેમ્બર ૧૯૫૧ સ્થળ : લેબર કેમ્પ, મ્યુનિક તે છ વ્યક્તિઓ જેલરની ઓફિસમાં બેસીને શ્વાર્ઝટી પી રહ્યા હતા. તેઓ થોડીવાર પહેલાં જ ત્યાં પહોંચ્યા હતા. જેલર ડેરેક તેમની સરભરા કરવામાં કમી રાખવા નહોતો માગતો. બધાએ ઠંડીથી બચવા માટે ઓવરકોટ અને મફલર પહેરેલા હતા. તેણે કહ્યું,”આપણે જેલનો રાઉન્ડ લઈશું? મારી જેલમાં ફક્ત બે જ યુદ્ધના કેદી છે એટલે વધુ સમય નહિ લાગે.” તેમાંથી ફક્ત બે જ જણ ઉભા થયા. બાકીના જેલરની ઓફીસના ગરમ વાતાવરણમાં બેસવા માગતા હતા. બહાર કરતાં અહીં વાતાવરણ ઠંડુ હતું. ઉભા થનારામાં એક ડેવિડ મેલ્કીન હતો અને બીજો યોસેફ કોહેન હતો. ડેરેકે બાકીના ચારેયને ઉદ્દેશીને કહ્યું,”આપ અહીં આરામથી