સંઘર્ષ - પ્રકરણ:-૨. - નરેશભાઈના જીવનના બે દુઃખદ કિસ્સા

  • 2.8k
  • 1.2k

ગયા પ્રકરણમાં આપણે જોયું કે જીવરાજભાઈ ના પિતા લખમણભાઈ નું અવસાન થાય છે તેથી બધી જવાબદારી પોતાના પર આવે છે. તેમના બે સંતાન તો ભણતર માંથી ઉઠી જાય છે હવે જોઈએ કે નરેશના ભણતરનું આગળ શું થાય છે....થયું એવું કે ગામના માસ્તર જેમણે જીવરાજભાઈ ને ત્યાં દૂધનું દૈન્યું રાખેલું.કોઈ કારણસર માસ્તર પૈસા ભરી શક્યા નહિ.તેથી તેમણે કીધું કે મારી પાસે સાઇકલ એમજ પડી છે.પોતે પૈસા ભરી શકે તેમ નથી એટલે સાઇકલ લઈ જવા કહે છે. જીવરાજ ભાઈને થયું કે સાઇકલ તો નરેશના ભણવામાં કામ આવશે એટલે તેમણે સાઇકલ લેવા રાજી થયા.અને માસ્તરના ઘરેથી સાંજે સાઇકલ દોરીને ઘરે લાવ્યા.સવારે નરેશે સાઈકલ