એક ભૂલ

(19)
  • 2.8k
  • 4
  • 1.1k

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના નાનકડા ગામમાં રહેતા શ્રી નરોત્તમ શેઠના દિકરા નિકેતની આ વાત છે. નિકેત સૌથી નાનો એટલે બધાને ખૂબ વ્હાલો, અને તે દેખાય પણ એવો હેન્ડસમ, ભણવામાં પણ તે ખૂબજ હોંશિયાર પણ આ ગામ નાનકડું એટલે ત્યાં દશ ધોરણ સુધીની જ સ્કૂલ આગળ ભણવું હોય તો શહેર માં ભણવા જવું પડે. નિકેત અને તેનો મોટોભાઈ નમન બંને શહેરમાં ભણવા ગયેલા હતા. નમન ગ્રેજ્યુએટ થઈ ગયો એટલે તે પાછો પોતાના ગામમાં આવી ગયો હતો અને પપ્પા, નરોત્તમ શેઠની શરાફી પેઢી ચાલે તે સંભાળવા તેને બેસાડી દીધો હતો. અને નાના દિકરા નિકેતને શહેરમાં ભણવા મોકલ્યો. નિકેતના પપ્પા એટલે નરોત્તમ શેઠ,