ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૫

  • 2.8k
  • 1.4k

શાળાએ જવાનો સમય પૃથ્વી પર માનવ તરીકે અવતર્યા પછી જીવનના મુખ્ય હેતુઓમાંથી પ્રથમ કાર્ય ભણવાનું રહેતું હોય છે, એટલે જ શાળાએ જવું પડે. આથી જ, વૃંદા માટે પણ પ્રથમ કાર્ય એ જ હતું. બાળપણના દિવસો વડીલોની સુરક્ષા હેઠળ જ પસાર થયા હતા. કપડવંજની શેરીઓમાં થતી મસ્તી શાળાના ચોગાન સુધી જ રહી હતી. જીવનના ચાર ચરણોમાંનું પ્રથમ ચરણ શરૂ થવાનું હતું. પ્રથમ ચરણ એટલે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્યમાં વ્યક્તિ વિદ્યાર્થી તરીકે બધું શીખવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જીવનના આ તબક્કે શરીર, મન અને બુદ્ધિનો વિકાસ થાય છે. આજ દિવસો વિદ્યાર્થીજીવન અથવા બેચલરહૂડ તરીકે ઓળખાય છે. વૃંદા માટે આ ચરણની શરૂઆત