ત્યાગ

  • 2.8k
  • 1
  • 916

રોજીંદા ક્રમ મુજબ નેહાએ સાંજની રસોઈ આટોપી બન્ને બાળકોને હોમવર્ક કરવા બેસાડ્યાં નાનકા નિશીથે પૂછ્યું મમ્મી આજે શું બનાવ્યું છે . નેહાએ સ્નેહભરી નજરે નિશીથ સામે જોઈને કહ્યું આજે તારા ભાવતા પાસ્તા અને બહેનને ભાવતું મટરપુલાવનું મેનુ છે . મટરપુલાવનું નામ સાંભળીને વિધિ પણ ઉઠળી પડતાં બોલી , વાહ મમ્મી , આજે તો જમવાની મઝા પડી જશે . અચ્છા , ચાલો હવે બેઉ જણ પપ્પા આવે ત્યાં સુધી હોમવર્ક પૂરું કરી લો હું પણ નાહીને ફ્રેશ થઈ જાઉં પછી ટેબલ ગોઠવું છું . આમ કહી બંને સંતાનોના ગાલે હેતભરી ટપલી મારીને નેહા બાથરૂમમાં ગઈ . શાવર ચાલુ કરીને થોડીવાર પાણી