નેહડો (The heart of Gir) - 4

(34)
  • 7.4k
  • 4.1k

ગેલાએ કનાને ઊંચકી લીધો. કનાનાં ચહેરા પર ભય વ્યાપી ગયો હતો. ગેલો કનાને થપથપાવતો જોર જોરથી હસી પડ્યો. "અલ્યા તમે કાઠીયાવાડી બહુ બીકણ હો ભાણાભાઈ. આમ હાવ પોસા રેસો તો ગર્ યમાં કેમ રેવાહે? હજ્યે તો તમારે આયા હાવજ્ ,દીપડા હામે ડાંગ ઉગામવી જૉહે! થોડા કઠણ થઈ જાવ." કનાએ ભય અને વિસ્મય મિશ્રિત અવાજે પૂછ્યું, " મામા એ શું હતું? એ શેનો અવાજ આવ્યો હતો?" " અરે ભલામાણા ઈ તો ઓલ્યું ભટાવરું હતું. ઈ તને ભાળીને એકદમ બીય ગ્યુ.એટલે જાળામાંથી ભૂરરર...કરતું ઉડ્યું. ઈ મારું હાળું ગમે