આગે ભી જાને ના તુ - 55 - છેલ્લો ભાગ

  • 2.2k
  • 1
  • 860

ગતાંકમાં વાંચ્યું.... આઝમગઢથી પાછા ફર્યા બાદ અનંતરાય કમરપટ્ટો પોતાના રૂમમાં સાચવીને મૂકી દે છે. રાજીવ અને અનન્યાની સગાઈ નિર્વિઘ્ને અને સુપેરે સંપન્ન થાય છે. શારીરિક શ્રમ અને માનસિક થકાવટને લીધે બધા આરામ ફરમાવી રહ્યા છે, બસ જાગે છે તો એકલતાના શૂન્યવકાશમાં પોતાની યાદોની ખારાશ ઉલેચતી અને આંખોમાં આંસુઓનો સાગર ઘૂઘવતી રોશની.... હવે આગળ..... રોશની પણ હજી જાગતી બેડ પર બેઠી હતી. એને ખબર હતી કે આવનારી સવાર સૂરજની સાથે સેંકડો સવાલ લઈને આવનારી હતી. કાલે રાજીવ અને અનંતરાય પાસેથી જ્યારે સુજાતાને વાસ્તવિકતાની જાણ થશે તો કેવો ધરતીકંપ સર્જાશે અને પોતે શું કહેવું એની અવઢવમાં આળોટતી રોશનીની આંખોમાં ઊંઘ ક્યારે અડ્ડો