સંઘર્ષની વચ્ચે ભાગ - ૪

  • 2.8k
  • 758

પણ વિરલને એ સમજાતું નહોતું કે આ વિરંચી અચાનક જ કેમ આટલું બધું અભ્યાસમાં ધ્યાના આપવા લાગ્યો? પણ એ એ વાતે ખુશ હતો કે હાશ હવે તેનું મન વિભુતિમાંથી બીજે ક્યાંક લાગ્યું. પણ વિરલને એ વાતની જરાપણ ખબર નહોતી કે આ બધું જ એ જેના માટે કરી રહ્યો છે તે વિભુતિ જ છે. ક્યારેક વિરંચીને એમ પણ થતું કે ચાલને આ બધું જ છોડીને બસા હું તેના તરફ જોયા જ કરૂં. પણ નહી. આ શક્ય નથી. પ્રેમમાં કંઈક પામવું હોય તો કંઈક ગુમાવવું પણ પડે જ છે. પ્રેમ એટલો આસાન નથી. એનો માર્ગ ફુલો પાથર્યા હોય એવો સુંવાળૉ પણ નથી.