શમણાંના ઝરૂખેથી - 1

(19)
  • 6.2k
  • 3.6k

૧. શમણાંની સવારી નમ્રતાની માતા સરયુબેન અને પિતા સદાનંદભાઈ ખૂબ પ્રેમાળ. તે બંનેનું હૃદય અને મન ખૂબ વિશાળ. એમના સુખમય લગ્નજીવનની શીતળ છાંવમાં ઉછરેલી નમ્રતા હવે યૌવનમાં પ્રવેશી ચુકી હતી. ટૂંકી આવક, ને નાનું અમથું ઘર; છતાંય ઘરમાં સુખનો સાગર હિલોળા લ્યે એવું એ લોકોનું જીવન. કુંટુંબની છબી તો આખાય વિસ્તારમાં ખૂબ ચોખ્ખી ચણક. પૈસેટકે ગરીબીનો અહેસાસ ક્યારેય ન થાય એવું સદાનંદભાઈ નું આર્થિક આયોજન. નમ્રતા નાની હતી ત્યારથી જ પિતાએ ઘણી મહેનત કરતા રહી, દીકરી માટે ખાસ બચત પણ કરી જ રાખેલી. દીકરીને ભણાવવામાં ક્યાંય કચાસ ન પડે એવું સુલભ આયોજન. દીકરીનું ઠેકાણું પાડવું જોઈએ એવા સરયુબેનના ભારે હૃદયે