શમણાંના ઝરૂખેથી - 2

  • 3.6k
  • 1
  • 2.5k

૨. આકાર લેતા શમણાંનો સાક્ષી.. આમજ, મનમાં વીંટાળી રાખેલા સપનાઓ અને અરમાનો સાથે નમ્રતાનાં દિવસ-રાત પસાર થતા હતા. થોડા દિવસમાં સગપણ થશે ને પછી આવશે લગ્ન. દિવસ દરમિયાન મમ્મીને કામકાજમાં મદદ કરવાની, ને નાની-મોટી ખરીદીમાં સાથે જવાનું. દિવસતો ગમે તેમ પસાર થઈ જાય, પણ રાત બહુ જ લાંબી લાગે! આમ, રોજનું નિત્યક્રમ ચાલે. જોતજોતામાં એક અઠવાડિયું પણ પસાર થઈ ગયું. સગાઈની રસમ માટે લાગતા-વળગતાઓને નોતરું પણ અપાય ગયું. આમંત્રણની વાતો થી યાદ આવી સુલેખા, જે સાવ વિસરાઈ જ ગઈ હતી. હિલોળા લેતા ઉત્સાહમા ને ઉત્સાહમાં, તેની દર્દભરી સ્થિતિ મગજમાંથી ક્યાંય ગાયબ થઈ ગઈ હતી. પણ, મમ્મીએ સુલેખા વિશે પૂછ્યું, યાદ