છેતરાશો નહી.

  • 2.4k
  • 870

છેતરાશો નહી..************અહીં આજે મારે વાર્તા કહેવી નથી,પરંતુ ખૂબ અગત્યની ઉપયોગી બાબતોની વાત કરવી છે.જે મને તમને અને બજારમાં કે વાણી વર્તનમાં દરેકને લાગુ પડે તેવી અને ઉપયોગી પણ છે.આપણે જયારે બજારમાં કોઈ ન કોઈ વસ્તુ લેવા માટે જઈએ છીએ.કેમકે આપણું જીવન ક્યારેય સ્વાવલંબી નથી.ઘણી વસ્તુઓની જરૂરિયાત એકબીજાના આધાર વગર મળી શક્તી નથી. ઉદાહરણ તરીકે જયારે તમેં શાકભાજી લેવા જાઓ છો,ત્યારે શાકભાજીના લારીવાળા શહેરની ગલીઓમાં કે જયાં કોઈનો હક્ક નથી તેવી જગ્યાએ જયાં ગટર ખુલ્લી વહેતી હોય, ઉકરડા કે નકામા કચરાનો ઢગલો પડ્યો હોય જયાં ગાય કે રખડતાં પશુઓ કાગળ,પ્લાસ્ટિક કે લોકોએ બિનઉપયોગી ફેંકી દીધેલી વસ્તુ આરોગતાં હોય ત્યારે તે ગંદકીમાં