વાત તારી ને મારી

  • 2.4k
  • 1k

આજે આખો દિવસ ખૂબ જ કામ કર્યું રાત્રે 9 વાગે ઓપીડી પૂરી કરીને ઘરે પહોંચ્યો હતો. નાહીધોઈ ને જમવા બેઠો ત્યારે પત્નીએ કહ્યું કે હોસ્પિટલ થી ત્રણ વાર ફોન આવી ગયા છે,વાત કરી લેજો. હોસ્પિટલ ફોન કર્યો તો ખબર પડી કે એક ઇમરજન્સી છે મારે જવું પડશે. ફટાફટ જમીનને પાછો હોસ્પિટલ આવી ગયો. પેશન્ટનું ચેક-અપ કર્યું, એની તબિયત વધારે ખરાબ હતી એટલે એને એડમીટ કર્યું , સિડેટિવ્ઝ આપીને એને ઊંઘાડ્યું છે. મારે હજી થોડુ રોકાવું પડે એમ હોવાથી ચેમ્બરમાં આવીને બેઠો, opd ટોકનના બાઉલમાં પડેલો કાગળ ધ્યાનમાં આવ્યો. ઉપાડીને જોયું તો સરસ રીતે ફોલ્ડ કરેલ એક નાનકડી ચિઠ્ઠી હતી એમાં