ઓપરેશન પિરસ્તાન

  • 2.4k
  • 804

"રમા, ખોટું ના લગાડે તો એક વાત કરું ?"" બોલા !""ભગવાને આપણને ત્રણ દિકરા દીધા છે. મારી ઈચ્છા છે કે એક દીકરો જો દેશ સેવામાં જોડાય તો... " વ્યવસાયે રિક્ષાચાલક દાદુરામે વિચાર સ્વરૂપે પોતાનો દેશ પ્રેમ રજૂ કર્યો."હો, માઝા એક મુલગા દેશાલાં સમર્પિત !" રમાબહેને ખુમારીથી કહ્યું.વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારની તુલસીની ચાલીમાં રહેતાં દંપતી વચ્ચે ધીમા અવાજે વાતચીત ચાલી રહી હતી. જે દાદુરામના પુત્ર સન્નીએ સાંભળી લીધી. કાને પડેલાં પિતાના શબ્દો અને રગોમાં વહેતું તેમનું જ લોહી સન્નીના હ્ર્દયમાં પણ દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના જગાડી ગયું. બસ, ત્યારથી જ એણે નક્કી કરી લીધું કોઈ પણ કાળે ઇન્ડિયન આર્મીમાં