વાત તારી ને મારી - મને આજેય યાદ છે..

  • 2k
  • 750

વાત તારી ને મારી – મને આજેય યાદ છે...વર્ષો પછી સૃષ્ટિ મોરબી આવી છે.પચીસ વર્ષ પહેલા સૃષ્ટિ સાજનને પરણીને મોરબીથી મુંબઈ જતી રહેલી ને પછી બે વર્ષ બાદ ત્યાંથી પણ પરિવાર સહીત અમેરિકા જતી રહેલી. નાનપણની સખી નયનાના દીકરાના લગ્નમાં સામેલ થવા માટે એ મોરબી આવી છે.વર્ષો પહેલા સૃષ્ટિના મમ્મી-પપ્પાએ બહુ ઉતાવળે સજન સાથે એના લગ્ન નક્કી કરી દીધેલા એ સમયે સૃષ્ટિ પાસે આનાકાની કરવાનો વિકલ્પ જ નહોતો ને લગ્ન પછી થોડા સમયમાં એના મમ્મી-પપ્પા વડોદરા એના ભાઈ સાથે રહેવા ચાલી ગયેલા. એટલે આમ જોવા જઈએ તો વર્ષોથી સૃષ્ટિનો મોરબી સાથેનો સંબંધ જાણે