શૂન્યમનસ્ક સૂરજ..

  • 1.7k
  • 1
  • 646

સૂરજ.. . ગામડે તો સૌ એને 'હૂરજ' કહેતાં.અસલ નામ એનું સૂરજ.સવા સાત મીટરનો ઘાઘરો માથે ગવનની રંગબેરંગી ઓઢણી.ઓઢણીની નીચે છુપાયેલો ચાર હાથનો ચોટલો.જો ચોટલો ખુલ્લી જાય તો આખો ચહેરો ઢંકાઈ જાય.પાછા કાળા ભમ્મર વાળ.દેશી ગાયનું તાવણ હોય અને નિરાંતે ગાયના છાણ વડે લીંપણથી લીંપેલો ઓટલો અને ઓટલા ઉપર બેઠી બેઠી કાંગસી વડે વાળને વળ આપતી સૂરજ જાણે સૂરજ હતી.તેના મુખડે કુમારિકાનું તેજ અને ગોરો વાન.કોઈ તેની.પાયલનો ખનકાર અને બેડે પાણી ઉપાડતી સૂરજ ક્યારેક અંબોડો છૂટો હોય તો ક્યારેક માથે ઈંઢોણીને સહારે આખો દિવસ ઘર થી તલાવ અને કૂવેથી ઘર.ગામ ની બધી સખી સહેલીઓ એની બેનપણી બનવા લાઈન લગાવે.તેવી મીઠા બોલી