દૈત્યાધિપતિ - ૩૪ - છેલ્લો અંક

  • 2k
  • 3
  • 904

‘સુધા. હું વ્યથામાં છું.’ અમૃતાને ખબર હતી. અમૃતાને તેઓના વિષે ખબર હતી. આમાં સુધાને ટેન્શન શા માટે થતું હતું? ‘હમણાંજ સ્મિતા અંદર આવી છે. તેઓ વાત કરે છે. અમેય હમણાં આવી જશે. પ્રશ્નો વિચારવાનું બંધ કરી દે.. અને મારી વાત ધ્યાનથી સાંભળ. ખુશવંત જુઠ્ઠું બોલે છે. અમેય તને મારી નાખશે. તને મારી નાંખશે! તારે તેના હાથમાં નથી આવવાનું.. અને ભાગવાનું તો છે જ! જો, હું ફેરા લેવાના ચાલુ કરું.. -ત્યારે તું ભાગી જજે! ખુશવંતે જેમ કીધું છે, તેમ જ. પણ તું ઊભી રહીશ. પાછી નહીં આવે. મારા ફેરા પતશે તો હું ભાગી જઈશ. ખાલી મારો હાથ લઈ લેજે. આપણે પાછા