રુદયમંથન - 9

(17)
  • 2.7k
  • 1
  • 1.5k

કીચડમાં ચાલતા ચાલતા બધા આગળ વધ્યા, વરસાદ થોડો ધીમો પડ્યો એટલે થોડી રાહત હતી, વરસાદી ફોરા વાગવાના બંધ થયા, ઝરમર ઝાર હવે માત્ર સ્પર્શ જ કરતી હતી. થોડા આગળ ચાલ્યા,પાણીના ભરાયેલા ખાબોચિયા પાસે ત્રણચાર કુતરાઓ અચાનક આવી ચડ્યા,દેસાઈ પરિવારની સામે આવીને ભસવા માંડ્યા,અજાણ્યા માણસો જોઈને તેઓ આમ પણ ભસતા હતાં પરંતુ તેઓને જોઈને વધારે જ ભસતા હતાં! "એય ભૂરા, કાળું! કાં આમ રાડો પાડે સે? આપણાં મહેમાનો સે ઈ તો આમ સુ મંડાઈ ગયા સો?" - ઋતાએ એકદમ કાઠિયાવાડી છટામાં એ કૂતરાઓને ટપાર્યા, દક્ષિણ ગુજરાતમાં આમ કાઠિયાવાડી છાટ જોઈને બધા નવાઇ પામ્યા.