રુદયમંથન - 18

(17)
  • 2.2k
  • 2
  • 1.3k

બધા કામમાં વ્યવસ્થિત રીતે ભાગ લેવા માંડ્યા, અડચણો બહુ હતી, એક તો પહેલો પ્રશ્ન બધાને ભાષાનો હતો, અહીંની આદિવાસી ભાષા કોઈને બોલતાં આવડે નહિ અને અહીંના માણસો શુદ્ધ ગુજરાતી અને અંગ્રેજીમાં બહુ સમજે નહિ, સમજે તો બોલતાં આવડે નહિ, વચ્ચે કોઈ એકાદ સમજાણી વ્યક્તિ મળે તો મેળ રહે, બાકી તો એક જ કામમાં ઘણો સમય લાગી જતો. બે ત્રણ દિવસ આમ જતાં રહ્યાં, એક દિવસ સવારે મહર્ષિ અને સ્વીટી તૈયાર થઈને બેઠા હતા, કબીલાના આરોગ્યકેન્દ્ર ગણી શકાય એવી કાચા છાપરાવાળા મકાન પાસે ઋતાને મળવાનું હતું, તેઓ નીકળવાની તૈયારી કરતાં હતા