બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 15 - શિક્ષક દિવસ ની ધમાલ - 1

  • 2.3k
  • 922

આર્ય અને એની સુપર ગેંગ હવે શહેરભરમાં જાણીતી બની ગઈ હતી, શાળામાં પણ એમનું સન્માન કરવામાં આવ્યું હતું, સોહમ આર્યની આ પ્રસિદ્ધિથી ખૂબ જ અકળાઈ ઉઠ્યો હતો, અને બસ દિવસ-રાત એ આર્યને કોઈને કોઈ સબક શિખવાડવા માટેના જ વિચારો કરી રહ્યો હતો.આજે રવિવાર હોવાથી છોકરાઓ મેદાનમાં ક્રિકેટ રમી રહ્યા હતા, ત્યાં ચંદુ ચોપાટ આવીને બધા બાળકોનો આભાર માની અને કાન પકડી બોલ્યો, બાળકો તમારી પાસેથી મને એક બોધપાઠ મળ્યો છે, આજથી હવે કોઇ પણ અજાણ્યા માણસને જોયા જાણ્યા વગર સોસાયટીમાં એન્ટર નહીં થવા દઉં, અને હા હવે દિવસ-રાત એક સિક્યુરિટી ગાર્ડ પણ સોસાયટીના ગેટ આગળ નિમણૂક કરવામાં આવ્યો છે, ત્યાં