પરિતા - ભાગ - 1

(14)
  • 5.1k
  • 1
  • 2.8k

પરિતા આજે લગભગ પાંચ વર્ષ પછી એ શહેરમાં, એ ઘરે જઈ રહી હતી, જે એનું જન્મસ્થળ હતું, જ્યાં એણે પોતાનું બાળપણ વિતાવ્યું હતું, સ્કૂલ - કોલેજનાં દિવસો પસાર કર્યાં હતાં. રસ્તામાં એ જ સમય અને એ જ દિવસો એની સ્મૃતિમાં અથડાયા કરતાં હતાં. કામની વ્યસ્તતાને કારણે પોતાનાં ઘરે જવાનો, પરિવાર સાથે સમય વિતાવવા માટેનાં સમયનો અભાવ થઈ ગયો હતો. મોબાઈલ દ્વારા એકબીજા જોડે વાત-ચીત તો થયાં જ કરતી, વિડીયો કૉલ દ્વારા એક-બીજાનાં ચહેરા પણ જોવા મળી જતાં, પણ રૂબરૂ થવાનો ને સામસામે મળવાનો મોકો આજે પાંચ વર્ષ પછી મળ્યો હતો. પરિતા ખૂબ જ ખુશ હતી. પાંચ-પાંચ વર્ષ સુધી બહેનો, મિત્રો