પ્રેમ પતંગ

  • 2.6k
  • 826

"પ્રેમ પતંગ" પવિત્ર પ્રસંગે પરિણય પ્રક્રિયાનો પ્રાથમિક પીળો પરવાનો પરસ્પર પંજામાં પહેરાવ્યા પછી પ્રફુલ્લીત પરેશે પાંપણ પાડતાં, પૂર્વેની પરિસ્થિતિઓનું પરિદૃશ્ય પોપચાના પડદા પર પડવું પ્રારંભાયું. : ****** પરિવારના પોષણ પરત્વે પૈસાની પુરાંત પામી પ્રારબ્ધ પ્રકાશવા પખવાડિયા પહેલાં પ્રકાશભાઈનો પરિવાર પાકા પાયે પાલનપુરમાં પધરામણી પામેલો. પ્રકાશભાઈના પાંપણથી પ્રભાવી પુત્ર પરેશે પતંગ પામવા પપ્પાને પૂછ્યું. પ્રકાશભાઇએ પુત્રને પાંચ પતંગના પૈસા પૂરા પાડ્યા. પરેશ પાંચ પતંગ પંજામાં પકડીને પચ્ચીસેક પગથિયા પળમાં પંખી પેઠે પાછળ પાડીને પવનમાં પહોંચ્યો. પાળી પર પ્રથમ પતંગ પોઢાડીને પાંગરાના પ્રયોજનની પ્રક્રિયા પ્રારંભતી પળે પુષ્કળ પવન પલટાયો. પતંગ પાડોશીના પ્રાંગણમાં પહોંચ્યો. પાડોશીની પુત્રી પિન્કી પાસેથી પતંગ પરત