જેલ નંબર ૧૧ એ - ૩૩

  • 1.7k
  • 1
  • 884

બહુ બધી ખીલ્લીઓ હતી. આખી દીવાલ ખિલ્લીઓથી ભરાઈ ગઈ હતી. ‘મિથુન..’ મૌર્વિ ધીમેથી બોલી. મિથુન મરી ગયો? પેલા લોકો આવ્યા તેમણે પાછા ઉપાળ્યા. ઉપાળીને ક્યાંક લઈ ગયા. મૌર્વિ જોતી રહી ગઈ. મિથુન જતો રહ્યો. સમર્થે પણ જોયું. ત્યુશાને પણ જોયું. મિથુનનું શરીર તેમની આશાઓ સાથે ગયું, ખીલ્લીઓના સાગર નીચે.. હવે તેઓ એક રૂમમાં ગયા, ઉપરના માળે. ત્યાં પાણીજ હતું. વહેતુ પાણી. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.. ત્યાં ફેંકી તે લોકોને છોડી ચાલ્યા ગયા.. મૌર્વિ ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગી. પાણી બહુ ઠંડુ હતું. સમર્થ તેનો હાથ લઈ તરવા લાગ્યો. ત્યુશાન તો બહાર જોતો જ રહી ગયો. ‘આ કઈ જગ્યા છે?’