ના એટલે ના

  • 2.4k
  • 1
  • 822

એ રાતે મારી પાંચ વર્ષની દીકરીના સૂઈ ગયા પછી હળવેથી મેં મારી પત્નીને કહ્યું, ‘તને ખબર છે, આજે સુરતમાં શું બન્યું ? રીજેક્શન મળવાને કારણે એક યુવકે જાહેરમાં એક છોકરીનું ગળું કાપી નાંખ્યું.’ આ વાત સાંભળીને મારી પત્નીના ચહેરા પર આવેલા એક્સપ્રેશન્સ હું ક્યારેય ભૂલી નહીં શકું. સ્તબ્ધ હાલતમાં ક્યાંય સુધી એ મારા ચહેરા સામે જોતી રહી. પછી ખૂબ બધી શંકા, ડર, અસલામતી અને ચિંતા સાથે તેણે એક નજર અમારી સૂતેલી દીકરીના ચહેરા પર કરી. કશું જ બોલ્યા વગર તેણે ફરી એકવાર મારી સામે જોયું અને સૂઈ ગઈ. પણ એની એ આંખો મને હજી પજવે છે. એ આંખોમાં ખૂબ બધા