નમકનું ઋણ

(11)
  • 2.6k
  • 1.2k

નમકનું ઋણ આ વાત 1999ની છે. ડુંગરપુર (રાજસ્થાન)થી અમદાવાદ આવ્યાને બે વરસ થઇ ગયા હતાં. લાલજી જ્યારે અમદાવાદ આવ્યો ત્યારે તેના મિત્ર દેવજીએ તેને બે ઘરકામ બંધાવી આપ્યા હતાં. પરંતુ લાલજી સ્વભાવે ખૂબ ઉગ્ર હોવાના કારણે એને કોઇ ઘરકામ એ બરાબર કરતો હોય છતાંય ઘરના માલિક એને ટોકે એ એને જરાય સહન થતું નહિ અને સામો જવાબ તરત રોકડો આપી દેતો હતો. 'લાલજી, જો અમદાવાદમાં રહેવું હશે ને કામ કરવું હશે તો માલિકના બે શબ્દો સાંભળવા પડશે અને ભૂલી જવા પણ પડશે. બાકી અમદાવાદમાં ટકવું અઘરું છે. અહીંયા કંજૂસ લોકો વધારે રહે છે.' દેવજીએ લાલજીને સમજાવતા