'મા' નું ધાવણ

(17)
  • 3k
  • 1
  • 1.3k

'મા'નું ધાવણ 'દૂધ..... દૂધ....' ની બૂમો પાડતા પાડતા નારાયણ પાલડી વિસ્તારની આવેલી સોસાયટીમાં પોતાની ગાયોનું દૂધ ઘરે ઘરે સાઇકલ પર બેસી અને એ જ સાઇકલ પર દૂધના બે કેન લગાડી પહોંચાડતો હતો. સવાર અને સાંજ બંન્ને વખતનો આ એમનો નિત્ય ક્રમ હતો. પાલડી વિસ્તારમાં નારાયણના સારા ગ્રાહકો વરસોથી બંધાઇ ગયા હતાં. કાઠિયાવાડથી જ્યારે એ અમદાવાદ આવ્યા ત્યારે પોતાને જ આવડતું દૂધ વેચવાનું કામ એમણે શરૂ કર્યું. નારાયણ સોળ વરસનો હતો ત્યારે જ એના લગ્ન એમના સમાજમાં રમાગૌરી નામની યુવતી સાથે થયા હતાં. પતિ-પત્ની બંન્ને જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે બંન્નેને કોઇ સંતાન ન હતું. લગ્નના પાંચ વરસ વીતી ગયા હોવા છતાંય